નાનાપોઢા: વલસાડ જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ટ્રાન્સપોર્ટેશન ચાલુ પરીક્ષામાં જ બંધ કરી દેતા બાળકો અટવાયા હતા અને તેની સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો તેમ છતાં આ ટ્રાન્સપોર્ટેશન બંધ થતાં વલસાડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ આગળ આવતા તેઓએ સર્વ શિક્ષા અભિયાન જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીંનેટરને લેખિતમાં રજૂઆત કરી ચાલુ રાખવા માટે પત્ર લખ્યો છે.

સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ આધિન બાળકોને શાળાએથી બે કિલોમીટરથી વધુ અંતરે આવતા હોય જેઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે .પરંતુ હાલે ચાલુ પરીક્ષા છે સાથે ઉનાળાના દિવસો પણ છે ત્યારે અને શાળાનો સમય 7:30 નો હોવાથી આજે બાળક ઘરેથી શાળા સુધી પહોંચવા માટે સમયસરન પહોંચી શકે તેવી અગવડતા ઊભી થઈ છે તેમજ શાળા છૂટ્યા બાદ ગરમીના દિવસો હોવાના કારણે બાળક તાપમા ઘર સુધી સારી રીતે પહોંચી શકે કે કેમ અથવા ગરમીના ભોગ બની સ્વાસ્થ્ય પણ બગડી શકે, જેવી પરિસ્થિતિ સર્જાય છે. તેમ જ કેટલાક બાળકો ડુંગર ,પહાડી જેવા ભૌગોલિક વિસ્તારમાંથી આવતા હોવાથી તેઓને ખૂબ જ મુશ્કેલી સર્જાઈ રહી છે.જેના થકી બાળકોના અભ્યાસ પર માઠી અસર થવા જઈ રહી છે. આજે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મળવાપાત્ર બાળકોને ટ્રાન્સપોર્ટેશન અચાનક જ ચાલુ પરીક્ષામાં જ કેમ બંધ કરી દેવામાં આવ્યું? જેવા અનેક સવાલો વાલીઓમાં પણ ઉઠી રહ્યા છે હજી શાળા વેકેશનના દિવસો બાકી છે ત્યારે ટ્રાન્સપોર્ટશન કેમ બંધ કરવામાં આવ્યુ?

બાળકોનું ટ્રાન્સપોર્ટેશન ચાલુ રાખવા અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વલસાડ ,જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર સર્વશિક્ષા અભિયાન વલસાડને તેઓએ પત્ર લખી રૂબરૂમાં રજૂઆત કરી હતી અને આ ટ્રાન્સપોર્ટેશન ચાલુ રાખવા માટે તેઓએ લેખિતમાં પત્ર આપ્યો હતો આ દરમિયાન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વલસાડના મહામંત્રી અજીતસિંહ એ. ઠાકોર, અધ્યક્ષ રામુભાઇ કે. પઢેર, ઉપાધ્યક્ષ ભાવેશકુમાર સી પટેલ, સંગઠન મંત્રી કિરણભાઈ ડી. પટેલ, કોષાધ્યક્ષ હરેશભાઈ એમ. પટેલ, કાર્ય અધ્યક્ષ દિલીપભાઈ જે. પટેલ, રાજ્ય કારોબારી સભ્ય હરેશભાઈ એલ. પટેલ ઉપસ્થિત રહી ટ્રાન્સપોર્ટેશન ચાલુ રાખવાની રજૂઆત કરી હતી.