ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ થી પસાર થતી ડાબાકાઠા કેનાલ માં બપોરના 2.30 ના આસપાસ નાહવા પડેલા હેત્વિક કુમાર બાલુભાઈ પટેલ ઉંમર વર્ષ 12 નુ પાણીમાં ડૂબી જતાં મોત થયાની ઘટના બહાર આવી છે. ડાબાકાંઠા કેનાલમાં ડુબીજનાર હેત્વિક કુમાર બાલુભાઈ પટેલ મૂળ રહેવાસી ચીખલીના સારવણી નાયકીવાડ અને હાલે મૃતક હેત્વિક કુમાર એમના મામાના ઘરે રહી ધોરણ ૭ માં અભ્યાસ કરી રહ્યો હતો
Decision News ને મળેલી જાણકારી મુજબ આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા રાનવેરીકલ્લા ગામના સરપંચ શ્રી નીરવભાઈ બી પટેલને કરતા એમણે ચીખલી તાલુકા મામલતદાર શ્રી. રોશનીબેન અને ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જી ચોધરી સાહેબ અને બિલીમોરા ના ફાયર સ્ટાફને કરતા ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. પરંતુ કાકરાપાર ડાબાકાંઠા કેનાલના બંને કાઠા ફૂલ વેહતા હોવાથી ફાયર જવાનો રાત્રે મોડે સુધી પ્રયાસો કર્યા પણ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ રાનવેરીકલ્લા ગામના સરપંચશ્રી નીરવભાઈ બી પટેલ દ્વારા કાકરા પાર ડાબાકાંઠા કેનાલના ઉપરના અધિકારીઓને વાત કરતા કેનાલમાં પાણી બંધ કરાવતા ઘટના બન્યાના ૨૩ કલાક બાદ ઘટના સ્થળથી ૬૦૦ મીટર દૂર થી મૃતકની લાશ મળી આવી હતી.
ઘટના સ્થળે બીલીમોરાના ફાયર સ્ટાફ અને ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઇ કે જી ચોધરી સાહેબ પહોંચી તાત્કાલિક પીએમ અર્થે ચીખલી રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની વધુ તપાસ રાનકુવા પોલીસ ચોકીના પોલીસ કર્મી દિનેશભાઈ કરી રહ્યા છે.

