વાંસદા: ગુજરાતમાં વર્ષ 1990ની વસતિ આધારે વહીવટી માળખામાં મહેમ મંજૂર કરાયું હતું. પરંતુ વર્ષ 2023માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરિયાત પ્રમાણે દસ લાખ કરતા વધુ મહેકમમાં ખાલી જગ્યાઓ છે, રાજ્યમાં આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટમાં આઠ લાખ કરતા વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે,
ગુજરાત કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે ભાજપ સરકારના શાસનમાં આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટ- રોજમદાર સહિતના સરકારી શોષણ પદ્ધતિમાં પાંચ હજાર કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર કરીને આઉટ સોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો 40થી 55 ટકા નાણાં ચુકવી રહ્યા છે.
વાંસદા-ચીખલી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જણાવે છે કે અલગ અલગ ભરતીઓ બહાર પાડી સરકારે કરોડો રૂપિયા ફોર્મ ની ફી પેટે વસુલી રહી છે. અને ગુજરાતમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના જુદા જુદા વિભાગોમાં 32 હજારથી વધુ શિક્ષકો, આચાર્યો, ઉચ્ચ શિક્ષણમાં સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકો, યુનિવર્સિટીમાં 45 ટકાથી વધુ પ્રાધ્યાપકો, 65 ટકા લેબોરેટરી સપોર્ટર, ટેકનિકલ શિક્ષણમાં પણ 45 ટકા અધ્યાપકો, ડિપ્લોમા ઈજનેરીમાં 50 ટકા અધ્યાપકો અને ડિગ્રી ડિપ્લોમા કોલેજમાં લેબોરેટરી, વર્કશોપમાં 65 ટકા ખાલી જગ્યાઓ છે પણ આ ચોર સરકાર ભરતી કરતી નથી.

