ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લા ભાજપ સંગઠનનાં પ્રમુખ દશરથભાઈ પવારના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામાં આપ્યા બાદ તેના સમર્થનમાં ડાંગ ભાજપમાંથી વધુ 8 આગેવાનોએ સ્વૈચ્છિક રાજીનામા પડતાં સ્થાનિક રાજકારણ ઉથલપાથલ મચી જવા પામી છે

હાલમાં આહવા મંડળનાં લઘુમતી મોરચાનાં મહામંત્રી અમીનભાઈ એમ.શાહ, ડાંગ આદિજાતિ મોરચાનાં પ્રમુખ નરેશભાઈ ગવળી, ડાંગ અનુ.મોરચાનાં ઉપપ્રમુખ રાહુલભાઈ બચ્છાવ, ડાંગ જિલ્લા મહિલા મોરચાનાં ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, આહવા તાલુકાનાં મહિલા મોરચાનાં પ્રમુખ રેખાબેન પટેલ, ડાંગ જિલ્લા અનુજાતિ મોરચાનાં પ્રમુખ હેમંતભાઈ આર.ખરે, વઘઇ તાલુકા ભાજપ પ્રભારી સંજયભાઈ પાટીલ તથા ડાંગ જિલ્લાનાં અનુજાતિ મોરચાનાં ઉપપ્રમુખ તુષારભાઈ ખરેએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને સંબોધીને સ્વૈચ્છિક રાજીનામા ધરી દીધા છે.

ડાંગમાં ભાજપના સંગઠનમાં સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો સિલસિલો હજુ ક્યાં જઈને અટકશે તે કહવું હાલમાં ઉતાવળ પગલું રહશે કેમ કે હજુ ડાંગ ભાજપ સંગઠનમાં વધુ રાજીનામાં પડવાની વાતો ભાજપના કાર્યકર્તા મંડળ થઇ રહી હોવાનું સુત્રોનું કહેવું છે.