ડાંગ: આજે ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાંથી લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું પડ્યું છે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી સંગઠનમાં ચાલતા આંતરિક જૂથવાદના કારણે રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં ત્રીજા હોદ્દેદારે રાજીનામું આપતા ભાજપમાં હડકંપની સ્થિતિ સર્જાય છે થોડા દિવસ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર ત્યાર બાદ આહવા મંડળના પ્રમુખ સંજય વ્યવહારે રાજીનામું આપ્યું હતું. અને આજે ભાજપ સંગઠનમાંથી લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું પડ્યું છે.
ડાંગમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, જિલ્લા પ્રમુખ બાદ વધુ એક નેતાએ આપ્યું રાજીનામું પડતાં ભાજપ જુથમાં એવી ચર્ચા છે કે આંતરિક વિખવાદ ખુબ જ મોટો છે અને આવનારા કલાકો કે દિવસમાં વધુ રાજીનામા પડે એ વાત નક્કી છે.

