વાંસદા: કોઈ પણ પરિપત્ર વગર વાંસદાના વાંગણ ગામના 217 રાશનકાર્ડ રદ કરવાના આદેશને લઈને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલ દ્વારા વાંગણ ખાતે રાશનકાર્ડ ધારકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ 11 જેટલા આદિવાસી જિલ્લાના 30 થી વધારે તાલુકાઓમાં આદિવાસી સમાજના ગરીબ, ખેડૂતો, વિધવા બહેનો, દિવ્યાંગો અને એકલવાયું જીવન જીવતા લોકોના રાશનકાર્ડ કોઈપણ પરિપત્ર કે મામલતદારની સુચના વગર વાંસદાના વાંગણ, માનકુનિયા, ખાંભલા, ચોરવણી અને નીરપણ વગેરે ગામોમાં વાંસદાના મામલતદાર દ્વારા અઘોષિત કરાયા છે. જેમાં લાલચુ લાયસન્સ ગ્રાહકો દ્વારા વાંગણ વિસ્તારમાંથી 217 અને માનકુનિયા માંથી 140 જેટલા આદિવાસી કાર્ડ ધારકોના નામ કોઈપણ સર્વે કે સામાજિક આર્થિક મોજણી વગર નાખાવામાં આવ્યા છે
લોકોનેતાનું કહેવું છે કે ગરીબો મધ્યમ વર્ગીયના રાશનકાર્ડ બંધ કરવા દઈશું નહીં અને આ વિસ્તારના ગરીબ મજદૂર, ત્યક્તા બહેનો, વૃદ્ધોને, ન્યાય અપાવીશું. અધિકારીના દબાણમાં આવીને ગંગાસ્વરૂપ બહેનો ,એકલવાયું જીવન જીવતા બહેનોની સાથે રેશનકાર્ડમાં અનાજ ન મળે એવું કાવતરું કરવામાં આવ્યું છે.

