નવીન: સરકારની જાહેરાત મુજબ MBBS, B PHARM. BE- BA- B.COM ના વિદ્યાર્થીઓ પણ હવે TAT-2 ની પરીક્ષા આપીને શિક્ષક તરીકે નોકરી મેળવી શકશે. બેરોજગારી કોને કહેવાય તેનું ઉત્તમ ઉદાહરણ હોવાનું લોકચર્ચા સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે.

સરકારના પરિપત્ર મુજબ મેડીકલ વિભાગના વિદ્યાર્થીઓ પણ TET-2 ની પરીક્ષા આપી શકશે, TET-2 ની પરીક્ષા માટે વધુ શૈક્ષણિક લાયકાતનો સમાવેશ, બી ફાર્મ, એમ ફાર્મ MSC અને MBBSની ડીગ્રીઓનો ઉમેરો કરાયો છે આપણે જાણીએ છીએ તેમ એન્જિનીયરીંગ ડીગ્રીઓનો પહેલાથી સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ત્યારે એમ લાગે છે કે ફાર્મસી મેડીકલ અને એન્જિનીયરીંગ જેવા ક્ષેત્રોમાં પણ હવે મોટા પ્રમાણમાં ફુગાવો થઇ ગયો છે એટલે નોકરીની નહીવત તકો રહેલી છે જેને લઈને આવા પ્રોફેસલ કોર્ષને પણ છેલ્લાં વિકલ્પ તરીકે શિક્ષણ વ્યવસાયમાં નાખી દેવામાં આવ્યા છે.

આ મુદ્દે Decision News સાથે વાત કરતાં આદિવાસી મેડીકલ સ્ટુડન્ટ જણાવે છે કે અમારા માં- બાપ અમને પ્રાઈવેટ કોલેજોમાં બેંક લોન કે વ્યાજે રૂપિયા લઈને લાખો રૂપિયા ખર્ચીને ફાર્મસી, મેડીકલ અને એન્જિનીયરીંગનો અભ્યાસ કરાવે છે. તેની સરખામણી આજે B A આર્ટસ જેટલી થઇ ગઈ છે. જ્યારે આર્ટસ સ્ટુડન્ટ કહે છે શિક્ષકના વ્યવસાયમાં પહેલાથી જ ફુગાવો છે ત્યારે આ નિર્ણય થી પ્રતિસ્પર્ધામાં ખુબ જ વધારો થશે જે ઘણાં ખરા આદિવાસી યુવાનોની કારકિર્દીના ખતમ કરી નાખશે.