ડાંગ: ભ્રષ્ટાચારની ભવાઈમાં ડાંગના રાજકારણમાં ડખો થયાની વાતો વચ્ચે થોડા દિવસ પહેલાં જ ડાંગના ભાજપના જિલ્લા પાર્ટી પ્રમુખ દશરથ પવાર અને અને હવે આહવા મંડળ પ્રમુખ સંજય વ્યવહારેના રાજીનામાથી ડાંગનું રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવા મંડળ પ્રમુખ સંજય વ્યવહારેએ તેમના હોદા પરથી રાજીનામું આપી દીધું છે. પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે. છેલ્લા મહિનાઓથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ નેતાઓમાં વિખવાદ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં લોકચર્ચા તો એવી પણ છે કે આ આંતરિક ખેંચતાણમાં હજુ પણ બીજા રાજીનામા અપાશે. ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સામે ભાજપ ઉભું થઈ ગયું હતું. જેમાં રાજીનામાની સીઝનની શરૂવાત થઈ છે.

સુત્રના જણાવ્યા મુજબ ડાંગ જિલ્લા પંચાયતના વિભાગોમાં ચાલતા કરોડોના કૌભાંડો દશરથ પવારે સામે લાવ્યા હતા જેના લીધે સ્થાનિક ભાજપના સંગઠનમાં બે ભાગ થયા અને તેના લીધે ભાજપ સામે ભાજપ ઉભું થઈ ગયું હતું. જેમાં રાજીનામાની સીઝનની શરૂવાત થઈ છે.