કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આમ આદમી પાર્ટીના 2024ની લોકસભાની ચુંટણીની મહત્વની રણનીતિ તૈયાર કરવા અને સંગઠનનું માળખું નવા હોદ્દેદારોની નિમણુંક કરી મજબુત બનાવવા માટે સર્કીટ હાઉસ ખાતે આજે બેઠક મળી હતી.

જુઓ વિડીયો…

Decision News ને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના આમ આદમી પાર્ટીની સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં વલસાડ જિલ્લાના AAPના પ્રમુખ જયેન્દ્ર ગાવિત હાજર રહ્યા હતા અને વલસાડ જિલ્લામાં આવનાર લોકસભાની 2024ની પાર્ટીનું મજબુત સંગઠન પાર્ટીને વિજયી બનાવવા કેટલું મહત્વનું સાબિત થશે તે અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણુંક પણ કરી હતી