ચીખલી: વર્તમાન સમયમાં આદિવાસી લોકો ધીમે ધીમે આદિવાસીયત તરફ વળી રહ્યાં છે ત્યારે આજરોજ ચીખલી તાલુકાના રૂમલા આંબાપાડા ગામમાં હનારીયા પર આવેલ ભૂતમામાંના મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.
જુઓ વિડીયો…
Decision News એ લીધેલી મુલાકાતમાં જાણવા મળ્યું કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પૂજા વિધિ બ્રાહ્મણ દ્વારા નહિ પણ આદિવાસી પરંપરા પ્રમાણે આદિવાસી રીત રિવાજો સાથે આદિવાસી ભગતna હસ્તે કરવામાં આવી હતી જે કાર્યક્રમની વિશેષતા કહી શકાય. આ કાર્યક્રમમાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

