નવસારી : રામકથાની પૂર્ણાહુતિ થઈ જેમાં મંડપમાં હજારો ખુરશીઓ પર બિરાજમાન થઈ શ્રોતાઓએ રામ કથા સાંભળી હતી. તેનું કથા સ્થળે જ 350 ના દરે વેચાણ કરવામાં આવ્યું હતું. ખુરશીઓ રામકથાની સાક્ષી હોવાથી તેનું વેચાણ અંતિમ દિવસે મંડપ આયોજક દ્વારા કરવામાં આવ્યુ હતું. આ તમામ ખુરશીઓ વેચાણ થયા બાદ પણ અનેક લોકોને આ ખુરશી જોઈતી હતી જેથી આ તકનો લાભ લઈ એક વેપારીએ 275 મૂળ કિંમત ધરાવતી 5000 જેટલી નવી ખુરશી મંગાવી 350 ના ભાવે તેને શહેરના ભોળા લોકોને વેચી હતી અને ફરીવાર 5000 ખુરશી વેચવા આવતા તેનો ભાંડો ફૂટ્યો. વળી આ વેપારીએ નવસારીમાં પોતાની 2000 ખુરશીઓ ચોરાયાનો પણ આક્ષેપ કર્યો હતો.

જે ખુરશી પર બેસીને નવસારી શહેરના લોકોએ રામકથા સાંભળી હતી તેની સાથે લાગણી જોડાઈ હતી. જેથી રામકથાના મંડપના આયોજકો આ ખુરશીઓ ને શહેરીજનો માં 350 રૂપિયાના દરે વેચવાની શરૂઆત કરી હતી. અને લોકોએ પણ ઉત્સાહથી આ ખુરશીઓ ખરીદી હતી આ ખુરશીઓ ની લોકપ્રિયતા જોઈ કોઈક ઠગ વેપારીએ 5000 ખુરશી રામકથાના નામે વેચી કાઢી અને બીજી 5000 વેચવા આવતા નવસારીના વેપારીઓએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરત સુખડિયાને ફરિયાદ કરતા તેઓએ લુંસીકુઈ ગ્રાઉન્ડ પર જઈને ભરતભાઈ સુખડિયા દ્વારા તપાસ કરતા તે ખુરશીઓ GST વગર બારોબાર વેચાણ થતી હોવાનો ખુલાસો થયો હતો. જે વેપારી નવસારી શહેરમાં રામકથાના નામે ખુરશીઓ વેચવા આવ્યો હતો તે ખુરશીની અસલ કિંમત 275 રૂપિયા છે તેને 350 રૂપિયાના દરે રામકથાના નામે વેચતાં વેપારીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખેરંગે હાથ ઝડપી પાડી સવાલ જવાબ કરતા તે ગેંગે ફેફે થયો હતો અને અંતે ભાગી જવાનો વારો આવ્યો હતો.

શહેરના લોકો ધાર્મિકતાના નામે લાગણીશીલ બનીને રામકથા ની તમામ ખુરશીઓ વેચાણથી લીધી હતી ત્યારબાદ આ વેપારીને લોકોની ડિમાન્ડનો લાભ ઉઠાવી પહેલા તબક્કામાં અન્ય 5000 વેચી કાઢ્યા બાદ બીજા તબક્કામાં અન્ય 5000 વેચવા આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.