વલસાડ-દાનહ: જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમ મોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદને કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના હદ પર આવેલા ગામો સાથે જ છેવાડાના અન્ય ગામોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. વરસાદથી કેરીના પાકને મોટા નુકસાન ની ભીતિ સેવા રહી છે. આથી ખેડૂતોના જીવ અધ્ધર છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરિણામે છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયુ હતું.
જોકે ગઈકાલે દિવસભર વાદળછાયા વાતાવરણ છવાયા બાદ પણ જિલ્લાના કોઈ વિસ્તારમાં વરસાદ નહોતો વરસ્યો. પરંતુ આજે જ વહેલી સવારથી જિલ્લાના ઉમરગામ ભીલાડ અને કપરાડાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.