ડેડીયાપાડા: ગતરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો. અનિલાબેન કે પટેલની અધ્યક્ષતામાં કોલેજ સ્થાપના દિવસ અને 16મો વાર્ષિકોત્સવ તથા TYBA ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દેડીયાપાડા, શ્રી આનંદ આર. ઉકાણી (GAS) સાથે અતિથિ વિશેષ તરીકે સરકારી વિનયન કોલેજ તિલકવાડા, નર્મદાના ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. પિનાકીન જોષી અને આર્ટસ અને કોમર્સ કોલેજ ઓલપાડના ઇતિહાસના અધ્યાપક ડૉ. પ્રવિણભાઈ ચૌધરી તથા સંસ્કાર વિદ્યાલય ડેડીયાપાડા, પ્રણવ વિદ્યાલય ડેડીયાપાડા હાજર રહી કાર્યક્રમ શોભાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ કલેક્ટર શ્રી એ વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન તથા પ્રસંગોપાત રજૂઆત કરી હતી. સાથે અતિથિ વિશેષ તરીકે આવેલ ડો. પિનાકીન જોશી અને ડો. પ્રવીણ ચૌધરીએ પોતાના ડેડીયાપાડાના સ્મરણો વાગોળ્યા હતા. વાર્ષિકોત્સવને અનુરૂપ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક લોકગીત, સંગીત અને નૃત્ય તથા નાટકો પણ રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ધર્મેશભાઈ વણકર સાહેબે કર્યું હતું. આ કાર્યક્ર્મમાં વિદ્યાર્થીઓ સહિત તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.