કપરાડા: ગતરોજ કપરાડામાં આવેલા કુંભઘાટ પાસે ટ્રકના ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ટ્રક પલ્ટી મારી જતા ટ્રક ચાલકના પગમાં ફ્રેક્ચર થયાની જાણકારી મળી છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે કર્ણાટકથી લોખંડ ભરીને પંજાબ જવા નીકળેલી KA-51-AH-0458 નંબર ની ટ્રકને કપરાડા કુંભઘાટમાં અકસ્માત થયો એમાં ટ્રકમાં ભરેલું લોખંડ 700 થી 800 મીટર દૂર ફેંકાઈ ગયું હતું અને ટ્રક ઝાડ સાથે અથડાતા ટ્રકનું પણ કચચરઘાણ થઇ ગયો હતો.
આ ગંભીર ઘટનામાં ટ્રકના ચાલકને પગમાં ફ્રેકચર અને માથામાં ઈજા થઇ છે. જ્યારે ટ્રકમાં ભરેલું લોખંડ વેરવિખેર થઇ ગયું હતું.

