વાંસદા: થોડા દિવસ અગાઉ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે સરકારને આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારવા અને આર્થિક દંડ પાછો ખેંચવાની પત્ર લખીને રજુઆત કરી હતી.ત્યાર બાદ સરકાર દ્વારા સમય મર્યાદા તો વધારવામાં આવી પણ આર્થિક દંડમાં કોઇપણ પ્રકારની રાહત ન અપાતા આર્થિક દંડ પાછો ખેચાવવા લોકનેતા અનંત પટેલ આવતીકાલે વાંસદા સર્કીટ હાઉસમાં 10:00 વાગ્યે બેઠક યોજી  રેલી કાઢી વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

લોકનેતા અનંત પટેલ જણાવે છે કે આર્થિક દંડ પાછો ન ખેચાતા જે નાગરિકો પોતે અક્ષરજ્ઞાનથી વંચિત છે,વયોવૃધ્ધ છે,નિઃસહાય છે તેવા પરિવાર વગેરે ગ્રામ વિસ્તારોમાં ઇન્ટરનેટ,નેટ બેન્કિંગ જેવી માળખાકીય સુવિધાઓના અભાવને કારણે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરી શકયા નથી,ગ્રામ વિસ્તારના અનુસુચિત જનજાતિના પરિવારોને યોજનાઓનો વધુ આર્થિક લાભ આપવાને બદલે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાના પરિપત્રો કરીને હજારો રૂપિયા દંડ વસુલવામાં આવે તે કેટલે અંશે યોગ્ય. છે ? એક પરિવારમાં ચારથી પાંચ સભ્ય હોય તેવામાં વ્યકિતદીઠ 1000 રૂપિયાનો દંડ થાય તો 5000 જેટલી રકમ સામાન્ય મધ્યમ પરિવાર માટે આંચકા સમાન હોય છે.

આ ઉપરાંત દરેક આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરવાના 200 રૂપિયા આપવાના એમ પાંચ લોકોના થઇ 1000 રૂપિયા એમ કુલ રૂ.6000 જેટલો ખર્ચો એક ગરીબ પરિવારને આ મોંઘવારીમાં પરવડી શકે એમ નથી.જેની નોંધ સરકારે લેવી રહી.