ડેડીયાપાડા: અંતરિયાળ અને કુદરતી સંપત્તિથી ભરપૂર એવા ડેડીયાપાડાના સામોટ ગામની સરકારી પ્રાથમિક શાળા સામોટમાં ધોરણ 8 માં ભવ્ય વિદાય સમારોહ ઉજવવામાં આવ્યો. જેમાં પ્રાઈવેટ શાળાઓને પણ પાછા પાડે તેવા કાર્યક્રમો કરવામાં આવ્યા.
Decision News ને મળેલી જાણકારી મુજબ ડેડીયાપાડા તાલુકાનું છેક છેવાડાનું ગામ જે પર્વતોની ગિરિમાળાઓ વચ્ચે વસેલું છે. એવું સામોટ જેની એક બાજું નિનાઈ ધોધ અને બીજી બાજુ સાબર ટેકરી આવેલી છે. જયારે તેની નજીક દહેલ ધાટ અને ખાલા રાવલધાટ આવેલા છે. એવા સામોટ ગામની સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી તથા smc અધ્યક્ષ હાજર રહ્યા હતા. વિદાય સમયે વિધાર્થીઓ રડતા મુખડે જોવા મળ્યા અત્યંત કુતુહલ વાતાવરણ સર્જાયું હતું.

