ધરમપુર: ગતરોજ પ્રાંતશ્રી ધરમપુરને વાંસદા- ધરમપુરમાંથી પસાર થતાં નેશનલ-56 વાપીથી શામળાજી રોડની કામગીરીમાં જે પ્રકારની વેઠયાવાડ કરવાંમાં આવેલ છે તેની તપાસ કરવા બાબતની ફરિયાદ ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ વાપી થી નેશનલ 56 શામળાજી રોડ કે જે કરવડ થી ખાનપુર સુધી આશરે 22.5 કરોડ રૂપિયા મંજુર થયેલ હોય પરંતુ આ રસ્તાની કામગીરીમાં જે વેઠયાવાડ ઉતારવામાં આવી રહી હોય જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાપીથી શામળાજી નેશનલ -56 રોડ જે કામ નવેમ્બર થી કામ ચાલુ કરી એપ્રિલમાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી પરંતુ કામ મોડું ચાલુ કરવામાં આવ્યું અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં એમણે વેઠ ઉતાર્યાની સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યાનો આરોપ છે.

કલ્પેશ પટેલ જણાવે છે કે રસ્તાની કામગીરીમાં જે વેઠયાવાડ થઇ છે તેના સ્થળોની વાત કરવામાં આવે તો અમારા ધરમપુર માંથી પસાર થતો આ રોડ પર વાવ બિરસામુંડા સર્કલ,આસુરા, કરંજવેરી, આંબા,અને સ્વર્ગવાહીની નદીના પુલ આગળ, જેવી અનેક જગ્યા એ રોડ માં કામ માં વેઠયાવાડ કરેલ છે. આ રસ્તાની રકમ પ્રજાના ટેક્ષ ના પૈસા હોય નહીં કે આ કામ કરનાર એજન્સીના. જેથી એજન્સી પાસે આ રસ્તાનું કામ સારી રીતે કરાવવામાં અમે રજુઆત કરી છે.