સુરત: અત્યાર સુધી તમે લગ્નની લાલચ આપી યુવતીને છેતરતા યુવક તો બહુ જોયા હશે પણ આજે એક વિચિત વાત બની કે કતારગામ દરવાજા પાસે રહેતા યુવકને છેલ્લા 8 વર્ષથી લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરનારી યુવતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
GSTVના પ્રકાશિત અહેવાલ મુજબ પોલીસ કમિશ્નર સામે યુવતી થી છેતરાયેલા યુવક હકીકત જણાવે છે કે આ લવસ્ટોરીની શરૂઆત યુવક જ્યારે 15 વર્ષનો હતો ત્યારે થઈ હતી. યુવક સુરતમાં રહીને ઈન્ટિરિયરનું છૂટક કામકાજ કરીને સારી કમાણી કરી લેતો હતો. એ દરમિયાન પિતાજી સાથે સમાજના સમૂહ લગ્નમાં ગયો હતો. જ્યાં યુવતીની નજરો યુવક સાથે મળી હતી.
યુવતીના પિતાએ સમાજના આગેવાનોને પોતાના ઘેર જમવા બોલાવ્યા ત્યારે મારી યુવતી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી અને કોઈ કામકાજ હોય તો થઈ શકે એમ કહીને મોબાઈલ નંબરની આપ લે થઈ. એ પછી યુવતીએ વોટ્સએપ પર ચેટ કરવાનું ચાલુ કરતાં યુવકે કહ્યું કે મારી ઉંમર 15 વર્ષની છે અને તારી ઉંમર પણ 19 વર્ષની છે. તો યુવતીએ કહ્યું કે પ્રેમને કોઈ ઉંમર હોતી નથી. અને હું પસંદ હોવાનું કહીને મિત્રતા વધારી સંબંધો શરૂ કર્યા.
લગભગ 2 મહિના બાદ યુવતીને તેની બહેનના લગ્ન સબંધ અર્થે સુરત આવવાનું થયું. ત્યારે યુવતી અને તેની બહેન સાથે અમે સુરતમાં સાથે ફર્યા અને મને પ્રેમ સંબંધમાં આકર્ષી લીધો. એ પછી લગભગ 4 મહિના પછી સુરતમાં આવ્યા ત્યારે સુરતમાં રાજહંસ થિયેટરમાં સુલતાન મુવી જોવા ગયા હતા. આ દરમિયાન યુવતીએ ચાલુ મુવીમાં કીસ કરી કહ્યું કે તે મારી સાથે લગ્ન કરવા માગે છે. તે મને
બહુ પ્રેમ કરે છે. ત્યારે મેં કહ્યું કે હું હજી 16 વર્ષનો છું અને તું 20 વર્ષની છે. આપણા લગ્ન નહીં થઈ શકે. ત્યારે એણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું બસ એટલું જ વિચાર. એ પછી એકાદ મહિના બાદ એણે મને તેના ઘરે મળવા આવવાનો આગ્રહ કર્યો. મેં તેને ના પાડી તો તેણે મને બધાને વાત કરી દેવાની ધમકી આપીને મળવાનો આગ્રહ કર્યો.
હું જ્યારે તેના ઘરે મળવા ગયો ત્યારે તેના ઘરે કોઈ ન હોવાનો લાભ લઈને યુવતીએ મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની શરૂઆત કરી. મેં કહ્યું હું 16 વર્ષનો નાનો છું. ત્યારે એણે બળજબરી કીસ કરીને કહ્યું તું મજા લે ને. બાકીનું કંઈ ના વિચારીશ. એ પછી મને રેગ્યુલર સુરત તેના ઘરે મળવા બોલાવી મારો ઉપયોગ કરી મારી સાથે શારીરિક સંબંધો બનાવતી રહી.
વર્ષ 2017માં અમદાવાદ મુકામે હોટેલમાં મળવા બોલાવી સરપ્રાઈઝ આપવાની વાત કહી હતી. જેથી હું સુરતથી અમદાવાદ મળવા ગયો હતો. અને તે પછી અમે અમદાવાદમાં આવ્યા ત્યારે ગીતામંદિર આગળની એક હોટલમાં બે દિવસ સુધી રોકાયા. 1 દિવસમાં પાંચ વખત શરીર સંબંધ બનાવ્યા હતા. 1 મહિના
પછી મિત્રના લગ્નપ્રસંગે હું ગયો હતો. જ્યાં યુવતીના ભાઈએ મને રસ્તા પર પકડીને માર્યો હતો. એની સાથેના લોકોએ મને મારીને કહ્યું તેની સાથેના સંબંધો તોડી નાંખ. તો મેં કહ્યું કે હું કંઈ નથી કરતો તે મને બળજબરી બધું કરાવે છે. એટલે મને છોડી મૂક્યો હતો.
1 મહિના પછી યુવતીનો ફોન આવ્યો કે તું કેમ મારા મેસેજ જોતો નથી કે મને ફોન કરતો નથી. પ્રેમમાં તો લોકો મરી જાય અને મારો ભાઈ કંઈ તને મારી નહીં નાંખે. આપણે હવે કોઈને કંઈ કહેશું નહીં. અને ખબર પડી જશે તો હું વચ્ચે પડીને તને બચાવી લઈશ. એમ કહીને ફરીથી મને વિશ્વાસમાં લઈ લીધો. હું પણ તેની વાતોમાં આવીને ફરીથી સંબંધ રાખવા તૈયાર થયો.
એ પછી વર્ષ 2017માં દર મહિને અમદાવાદ હોટલમાં રેગ્યુલર મળવા માટે આવતો હતો. વર્ષ 2018માં પણ ગાંધીનગરની હોટલમાં મળવા આવી વારંવાર શારીરિક સંબંધો બનાવતા હતા. તેણે મને કહ્યું કે હું તારી સાથે જ લગ્ન કરીશ. તારી લગ્નની યોગ્યતા ઉંમર થાય એટલે હું તારી સાથે જ લગ્ન કરી લઈશ. મારા ઘરવાળા નહીં માને તો હું મરી જઈશ. એના કહવા પર હું તેની વાતોમાં આવીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

છે. એ પછી લગ્નની વાત કરવાનું કહેતા આડાઅવળા જવાબો આપવા લાગી.
મારી સાથે છેતરપીંડી કરીને લગ્નની લાલચ આપી મારી ઉંમર 18 વર્ષ કરતાં નાની હોવા છતાં મારી સાથે શારીરિક સંબંધ બાધીને પ્રેમજાળમાં ફસાવી નાણાં પડાવે છે. મેં તેની સાથે વાત કરતાં તેણે મને લાફા મારીને કહ્યું કે મારા લગ્ન તો ફેનિલ સાથે નક્કી થઈ ગયા છે. તું તો મારી બેંક છે. હવે મને તારી કોઈ જરૂર નથી. મને સરકારી નોકરી મળી ગયેલ છે. તું મારો કોઈ સંપર્ક કરતો નહીં. નહીં તો તારા પર ખોટા કેસ કરીને જેલમાં ભરાવી દઈશ. આ યુવતીએ મને લગ્નની લાલચ અને પ્રેમના ખોટા વચનો આપીને અત્યાર સુધી 12 લાખ રૂપિયા પડાવી દગાખોરી કરી છે. સાથે જ 18 વર્ષથી નાની ઉંમર હોવાનું જાણવા છતાં વારંવાર શારીરિક સંબંધ બનાવીને મારી સાથે દુષ્કર્મ આચર્યું છે.
એ પછી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મને રૂબરુ બોલાવીને યુવતી અને તેની બહેને મને ધમકાવીને કહ્યું કે આ બધું મારું જ પ્લાનિંગ હતું. તું પ્રેમમાં પૈસા આપ અને બેનને નોકરી મળી જાય. ચાલ હવે નીકળ. અને સુરતમાં પણ તું ક્યાંય સામે મળ્યો તો તને મારી નાંખીશ. પુખ્ત ઉંમર ન હોવા છતાં વારંવાર હોટલોમાં બોલાવીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા તે ભારતીય કાયદાના પોક્સો એક્ટ મુજબ ગંભીર અને અક્ષમ્ય ગુનો કરેલો છે. આ બાબતમાં યોગ્ય ન્યાય આપવા તમારી સમક્ષ આ ફરિયાદ કરું છું.