દક્ષિણ ગુજરાત: પંજાબ સરકારે વરસાદ અને માવઠાથી થયેલા નુકશાનમાં પંજાબના ખેડૂતોનું વળતર વધાર્યું જેમાં પાક નુકશાન 75 ટકાથી વધુ હોય તો ખેડૂતોને પ્રતિ એકર 15,000 રૂપિયાનું વળતર, પાક નુકસાન 33થી 75 ટકા જેટલું હશે તો ખેડૂતોને રૂ.6750 પ્રતિ એકરના દરે વળતર, ઘરના નુકસાન માટે 95,100 રૂપિયા વળતર, ઘરોના સામાન્ય નુકસાન માટે 5200 રૂપિયા વળતર આપવાનું નક્કી કરાયું છે.

પણ હજુ સુધી માવઠાના લીધે થયેલા ગુજરાતના ખેડૂતોના પાકમાં થયેલા નુકશાન અંગે ગુજરાતમાં ભાજપ સરકાર હજુએ ચુપ છે. 20 દિવસ વરસાદ પડ્યો તો પણ ગુજરાત સરકરે ખેડૂતો માટે કોઈ સહાય જાહેર કરી નથી. હાલમાં જ  કમોસમી વરસાદમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના ખેડૂતોની કેરી, જીરુ, ધાણા, ચણા, ઘઉં,ઈસબગુલ, ડુંગળીના પાકો ધોવાઈ ગયા. અને ખેડૂતો માટે મુખ્યમંત્રી સહાય યોજનામાં 50 કરોડ ફાળવાયા છે, પણ ગુજરાત સરકારે કોઈ સહાય આપી નથી.

એનો મતલબ એ થયો કે, 50 કરોડની સહાયની કુલ રકમ 350 કરોડ કોઈ ચાંવ કરી ગયું છે. એક તરફ ખેડૂતો માવઠા થી થયેલા નુકશાનને લઈને આંસુ સારું રહ્યા છે. બીજી તરફ નેતાઓ વાયદા અને વચનો આપી પ્રજાને મુર્ખ બનાવી દિવાસો વિતાવી રહ્યા છે એમ લોકો જણાવે છે.