વલસાડ: ધરમપુર અને કપરાડા તાલુકાના ઉનાળાના આરંભમાં જ પાણીની સમસ્યા ન ઉકેલાતા 990 શાળાઓનો સમય બદલી નાખ્યાનો પરિપત્ર વલસાડ જીલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ત્યારે 586.16 કરોડના ખર્ચે બનેલી અસ્તોલ યોજના વલસાડ જિલ્લાની પાણી માટે જીવનદાન સમાન ગણાતી અસ્ટોલ યોજના આજે ફૈલ થઇ ગઈ એમ કહી શકાય
એક તરફ સરકાર દ્વારા કહે છે વલસાડ જિલ્લામાં 100 ટકા અસ્ટોલ યોજના પૂર્ણ થઈ ગઈ છે અને તેનું પાણી ઘરે ઘરે પહોંચ્યું છે પરંતુ ગતરોજ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીના પત્ર આવ્યો છે, જેમાં પ્રાથમિક શાળાઓ સમય 7 થી 12:30 કરવામાં આવ્યો છે, જેમાં એક કારણ પાણીની સમસ્યા હોવાથી સવારની શાળા કરવામાં આવી છે. એમ જાણવામાં આવ્યું છે
ત્યારે વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે કે.. જેમ કે કરોડો રૂપિયાની યોજના કેમ નથી થઈ સફળ.? કેમ 990 પ્રાથમિક શાળાઓના બાળકોની આખો દિવસની શાળાઓ પાણીના કારણે સવારની કરવી પડી ? 586.16 કરોડના ખર્ચે બનેલ અસ્ટોલ યોજના 100 ટકા પૂર્ણ થઈ છે તો ગામડાની શાળાઓમાં પાણી કેમ નથી પહોંચ્યું..? શું સરકાર આ યોજના પૂર્ણ થઈ છે કે કેમ તેની તપાસ કરશે ખરી ? એ તો આવનારો સમય જ બતાવશે..

