નવસારી: આજે ગણદેવી ખાતે શ્રમિક કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના C.R પાટીલએ કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એવી રીતે કામ કરવું કે હરીફ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય અને ભાજપના ઉમેદવારને પાંચ લાખથી વધુ લીડ મળે

C.R પાટીલ જણાવ્યું કે હવે સમગ્ર ભારતમાં ભાજપ પેજ સમિતિ થકી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ત્યારે આ વખતે લોકસભાની 26 સીટ માટે આપણે એવી રીતે કામ કરવાનું છે કે હરીફ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ જાય અને પાંચ લાખ જેટલા મતોની લીડ આપણા ભાજપના ઉમેદવારને મળવી જોઈએ.

C.Rપાટીલ સાથે જ નવસારી જિલ્લાને કુપોષણ મુક્ત કરવા અંગે કાર્યકરો અને ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનનો આભાર માન્યો હતો.