કપરાડા: મોટાપોંઢા ઓઝર પાનભરર્યુ ફળિયાના ભરતભાઈ ખુશાલભાઈ ચૌધરીને ત્યાં છેલ્લાં 3 દિવસ થી ઘરમાં અને ભાતના પુરેટિયા દેખાતા ઝેરી સાપને વાઈલ્ડ લાઈફ રેસ્કયું ટ્રસ્ટના મુકેશભાઈએ રેસ્કયું કરી પડકી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
જુઓ વિડિઓ…
Decision News ને મળેલી માહિતી મુજબ મોટાપોંઢા ઓઝર પાનભરર્યુ ફળિયાના ભરતભાઈ ખુશાલભાઈ ચૌધરીને ત્યાં છેલ્લાં 3 દિવસ થી ઘરમાં અને ભાતના પુરેટિયા વારંવાર ઝેરી સાપ દેખાયો હતો જેને લઈને પરિવાર દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્કયું ટ્રસ્ટ નવસારી ધરમપુર-કપરાડા વિભાગના મુકેશભાઈ આર. વાયાડને ફોન કરી જાણ કરી હતી ત્યારબાદ મુકેશભાઈએ નાનાપોંઢા વનવિભાગ જાણ કરી મુકેશભાઈ અને આયતુલભાઈએ ઘરના આંગણામાં આવેલા ઝાડના પાસેના દર માંથી ઝેરી સાપનું રેસ્કયું કરી પકડી લીધો હતો અને જંગલમા મુક્ત કર્યો
આ સાપ વિષે એવું કહવાય છે કે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા ઝેરી નાગમાં ન્યૂરોટોક્સીન વેનમ આવે છે અને જો સાપ વ્યક્તિને કરડે અને સમયસર સારવાર આપવા ન આવે તો વ્યક્તિ નું મુત્યુ થઇ શકે છે.

