સુબીર: એક 10 વર્ષીય આદિવાસી બાળક પર દીપડાએ હુમલો કર્યાની ઘટના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઝરી ગામમાંથી પ્રકાશમાં આવી છે. જેને લઈને સમગ્ર ગામમાં અને આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સુબીર તાલુકાના ઝરી ગામમાં આવેલા જંગલમાં એક 10 વર્ષીય આદિવાસી બાળક મહુડાના ફૂલ વીણવા ગયું હતું જેના પર દીપડાએ હુમલો કર્યો અને બાળક ચીસા ચીસ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમ છતાં બાળક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયું હતું. બાળકને 108 દ્વારા પ્રાથમિક સારવાર પછી નજીકના સુબીર CHC ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું.
હાલમાં સારવાર બાદ બાળક બહેતર સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે પણ આ હુમલા બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

