ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના છેવાડે આવેલા ખૌટારામપુરા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા દ્રારા તાલુકા કક્ષા ગ્રામ કલા અને સાંસ્કૃતિક મહોત્સવ -૨૦૨૩નો યોજાયો હતો જેમાં ૧૩ વિવિધ સ્પર્ધાઓ થઇ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ગરબા, રાસ, આદિવાસી સંસ્કૃતિ કલા આભૂષણ પહેરવેશ સાથે નૃત્ય, લોકગીત, રંગોલી, લોકનૃત્ય નિબંધ લેખન, સુલેખન, નિબંધ લેખન, વકૃત્વ સ્પર્ધા યોજાય હતી, જેમાં પ્રથમ ક્રમે રહેનાર જિલ્લા સ્પર્ધામાં ભાગ લઇ શકશે. કાર્યક્રમનું ઉદ્દઘાટન પુર્વ કેબિનેટ મંત્રી અને પુર્વ વિધાનસભા અધ્યક્ષ સાથે હાલના ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રાજુભાઇ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શારદાબેન ચૌધરી, ભાજપ પ્રમુખ શ્રી વાલજીભાઈ વસાવા, ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ વસાવા, મામલતદારશ્રી કિરીટસિંહ રાણા, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી દરિયાબેન વસાવા, તા.પં.સભ્ય શ્રીમતી ઇન્દુબેન વસાવા, સરપંચશ્રી ચંદનબેન વસાવા તેમજ તાલુકા શિક્ષણ અધિકારીશ્રી રમેશભાઇ વસાવા અને અલ્પેશ પંચાલ બી.આર.સી કો. ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું આયોજન ઉમરદા કેન્દ્ર સ્ટાફ અને પ્રાથમિક શાળા ખૌટારામપુરાના આચાર્ય પ્રકાશ ચૌધરી અને સમગ્ર સ્ટાફના સહયોગથી સફળ રહ્યો.