રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારાનાં અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે બારોબાર થતાં આયોજન બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે સત્વરે યોગ્ય જવાબ નહી મળે તો 23/03/2023 ગુરુવાર ના રોજ કલેકટર નર્મદા ના ચેમ્બર ની સામે ધારણા પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી

Decision News ને મળેલી માહિતી મુજબ ચૈતર વસાવા એ કરેલી રજુઆતમાં નર્મદા જિલ્લોએ અતિ પછાત જિલ્લો છે. અહીં લોકોના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે. સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા- વિમર્શ પણ કરવામાં આવતો નથી. હાલમાં નર્મદા જિલ્લામાં વિકાસશીલ તાલુકા જોગવાઈ- દેડીયાપાડા ના 51,89,000/- અને સાગબારા ના 8,18,000 નું આયોજન જિલ્લા આયોજન અધિકારી એ સ્થાનિક સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કે તાલુકા પંચાયત પ્રમુખ સાથે ચર્ચા વિમર્શ કે વિશ્વાસમાં લીધા વગર બારોબાર બાયોગેસ પ્લાન્ટનું આયોજન કરી દીધું છે, જેને રદ કરી,

ખેડૂતોને જરૂરી ખેત બોરવેલની મંજુરી આપવામાં આવે. આ અધિકારી અને એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સાથે સાથે જો સત્વરે યોગ્ય જવાબ ન મળે તો મારે 23/03/2023 ગુરુવારના રોજ નર્મદા જિલ્લા કલેકટર કચેરીની સામે ધરણા પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી પણ રજૂઆતમાં ઉચ્ચારી છે.