ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં એક દિવસ એવો પસાર નથી થતો કે જે દિવસે હત્યા કે આત્મહત્યાના ખબર ન હોય ત્યારે ગતરોજ ધરમપુર તાલુકાના છેવાડે આવેલા ભવાડા ગામમાં એક યુવકની પથ્થરના ઘા મારી મારી હત્યા કરી નાખ્યાંનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

Decision News ને અંકલાશ ગામના અક્ષય ગાંવિત નામના યુવાન પાસેથી મળેલી માહિતી પ્રમાણે ધરમપુર તાલુકાના ભવાડા ગામના ઉપલા ફળિયામાં પતિ પત્ની અને પરિવાર વચ્ચે થઈ રહેલા ઝગડામાં સતીશ ગાયકવાડ ફળિયાનો યુવક ત્યાં પહોંચતા માનસિક રીતે બીમાર શાંતિલાલ કુરકુટિયાએ પાડોશી યુવકને માથામાં પથ્થરના ઘા મારી મારી કરી કરપીણ હત્યા કરી નાખી હતી

આ ઘટનાની જાણ થતાં જ ધરમપુર પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતકની લાશનો કબજો લીધો હતો અને આરોપીને અટક કરી હતી. હાલમાં ભવાડા ગામમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. ગામમાં એવું કહેવાય રહ્યું છે કે શાંતિલાલ કુરકુટિયા માનશીક રીતે બીમાર છે અને તેણે આ ગાંડપણમાં આ કૃત્ય કરી નાખ્યું હતું.