ડાંગ : કમોસમી વરસાદમાં ડાંગના પ્રચલિત મહાલ કેમ્પ સાઇટ ને જોડતો રસ્તો જર્જરિત. ભાલખેત થી મહાલ જતા રસ્તા ઉપર રાહદારી ઓ માટે ભૂસ્ખલન થી જીવના જોખમના એંધાણ.

જુઓ વિડિઓ..

Decision News ને મળેલી માહિતી મુજબ તારીખ17/03/2023 ના રોજ સુબીર પંથકમાં કરા સાથે પડેલા વરસાદમાં મહાલ થી ભાલખેત ગામનો રસ્તો ગત ચોમાસા દરમિયાન જર્જરિત થયેલ રસ્તો અને ભૂસ્ખલનની ચિંતા હાલે પણ રાહદારીઓ માટે સંકટ રૂપ સમાન છે. મહાલ કેમ્પ સાઇટ આગળ બનવામાં આવેલ પ્રોટેક્શન વોલ અને એના નાળા આગળ વરસાદમાં જર્જરિત હાલતમાં હોઈ. તંત્ર દ્વારા તેની કોઈ તકેદારી લેવામાં આવી નહી… હાલે પણ આ નાળા અને પ્રોટેક્શન વોલ આજ ગંભીર હાલતમાં જોવા મળી રહી છે તેમાં કમોસમી વરસાદમાં ફરીથી અહી મસમોટા ખાબોચિયા ભરાઈ ગયા અને ભાલખેત થી મહાલ વચ્ચેના રસ્તામાં ભૂસ્ખલનની સ્થિતિ વણસાઈ રહી છે. ગત ચોમાસાની બગડેલી હાલત ઉપર ઇકો સેન્સટિવ ઝોન દરમિયાન પ્રવાસી તેમજ રાહદારીઓ ગુજરાત આ માર્ગે પસાર થતા અને કોઈ અનિચ્છનિય ઘટનાના બને એની તકેદારી તંત્ર એ લેવી જોયીયે જેવું સ્થાનિક આગેવાન તેમજ વનકર્મી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી.