આહવા: દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવા દ્વારા કોટવાળીયા સ્કીમ અંતર્ગત નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદના માર્ગદર્શન હેઠળ તારીખ 14/03/2023 ના રોજ કોટવાળીયા વસાહત ચિચિનાગાવઠા, વઘઈ, ડુંગરડામા મેડિકલ કેમ્પ યોજવામા આવ્યો હતો.

Decision News ને પ્રાપ્ત બનેલી માહિતી મુજબ નાગાવઠા, વઘઈ, ડુંગરડામા યોજવામાં આવેલા મેડિકલ કેમ્પમા દર્દીઓનુ ચેકઅપ કરી દવાઓ વિતરણ કરવામા આવી હતી. કોટવાળીયા વસાહતના કુલ 360 જેટલા લાભાર્થીએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

આ કેમ્પમા બોટાનિકલ ગાર્ડન અધિક્ષકશ્રી, કોટવાળીયા સ્કીમ વઘઈના આરએફઓશ્રી, આરોગ્ય ખાતાના ડૉક્ટરશ્રી તથા કર્મચારીશ્રીઓ, તાલુકા સદસ્ય શ્રી, સરપંચશ્રીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.