ચીખલી: સમગ્ર નવસારી જીલ્લામાં ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓને વિવિધ રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ત્યારે રાનકુવા બી.એલ.પટેલ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને યુથ ક્લબ ઓફ રાનકુવા દ્વારા કંકુ તિલક, બોલપેન અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા.

Decision News ને મળેલી જાણકારી મુજબ ગતરોજ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે રાનકુવા બી.એલ.પટેલ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને યુથ ક્લબ ઓફ રાનકુવા દ્વારા કંકુતિલક કરી બોલપેન અને ચોકલેટ આપવામાં આવી. આ કાર્યક્રમ માં રાનકુવા પોલીસ ચોકીના સ્ટાફ, રાનકુવા ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ અને યુથ ક્લબ ના મોટી સંખ્યામાં આવેલા મેમ્બરો હાજર રહ્યા હતા.

યુથ ક્લબ ઓફ રાનકુવાના પ્રમુખ સુરેશભાઈ પટેલ અને રાનકુવા ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ એ જણાવ્યું હતું કે ધોરણ ૧૦માં માંબોર્ડ ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ઓ બોર્ડની પરીક્ષા પ્રથમવાર આપતા હોય છે અને પરીક્ષાનો ડર હોય છે કે પેપર કેવું હસે અને કેવું જશે ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષાથી અને પરિણામો થી ડરી ને ખોટું પગલુ પણ ભરતા હોય છે એને ધ્યાને લઈ આજ રોજ બોર્ડની પરીક્ષા સરું થતા પહેલા દરેક વિદ્યાર્થીઓ ને કંકુતિલક કરી બોલપેન આપી મોઢું મીઠું કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક થી પાસ થાય એવા આશીર્વચન આપી બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓ નુ મનોબળ વધાર્યું હતું.