ગુજરાત: સરકાર દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં નવી 21 GIDC બનશે. સત્રમાં ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં આ જાહેરાત કરાઈ હતી. જેમાં અમદાવાદના ગાંગડને નવી GIDC મળશે.
આ હશે GIDC વિસ્તાર..
બનાસાકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભીલડી, પાલનપુરમાં નવી GIDC બનશે તેવી જાહેરાત કરાઈ છે. પાટણના સિદ્ધપુર અને સાંતલપુર તેમજ રાજકોટના વિંછિયામાં, ભરૂચના આમોદ અને મહેસાણાના જોટાણા તથા નાની ભલુમાં જ્યારે ગાંધીનગરના કડજોદરા નવી GIDC ઉભી કરવામાં આવશે. છોટા ઉદેપુરના લડોદમાં અને અમરેલીના સાવરકુંડલા અને ગીર સોમનાથના નવા બંદરમાં નવી GIDC બનશે. ખેડાના ઠાસરા પણ નવી GIDC બનાવવામાં આવશે.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં જાહેરાત કરી છે કે રાજ્યમાં નવી 21 GIDC બનાવવાની જાહેરાત કરાઈ છે ત્યારે આ નિર્ણયથી રોજગારીની તકો વધશે.











