વ્યારા: ડોલવણનાં ગડત ગામના યુવકે ડોલવણની 23 વર્ષિય યુવતીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સબંધ બાંધ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કર્યાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે યુવકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વ્યારાનાં મગરકુઈ ગામમાં નર્સિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 23 વર્ષિય યુવતી સાથે સને-2020 ના ડિસેમ્બરમાં આ અંકુર ગામીતની ઇન્સ્ટાગ્રામ ઓળખાણ થઇ હતી. ત્યાર બાદ અંકુર આ યુવતી સામે પ્રેમનો ઈઝહાર કર્યો કે તું મને ગમતી છે, હું તારી સાથે લગ્ન કરવાનો છુ. યુવતીને પણ અંકુર ગમતો હોવાથી હા પાડી હતી. જેથી બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો

2021ના વર્ષના ઓગસ્ટ મહિનામા યુવતી સુરત કતારગામે સમજુબા હોસ્પીટલમાં નર્સિંગ તાલીમ માટે ગઈ ત્યારે અંકુરે વ્યારા નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં શરીર સબંધ બાધ્યા હતા. પછી ઘણીવાર યુવતીને અંકુર રાત્રીના સમયે ગામના ખેતરોમાં એકાંતમાં લઇ જઈ તેની સાથે શરીર સબંધ બાંધતો હતો. ત્યાર પછી મારી સગાઇ બીજી છોકરી સાથે નક્કી થયેલ છે, જેથી હું તને રાખી શકું નહી એમ કહેતા મામલો પોલીસ કચેરીએ પોહ્ચ્યો છે