ધરમપુર: આજરોજ ચીખલી ખાતે પ્રાંત અધિકારીશ્રીને સુરત ખાતે 2 વર્ષ ની આદિવાસી બાળકીને રમાડવા લઈ જવાના બહાને એ આદિવસી દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી જેથી એ દુષ્કર્મ કરી હત્યા કરનાર ઇસ્માઇલ ઉર્ફે યુસુફ નામના નરાધમને ફાંસીની માગ સાથે આદિવાસી સમાજ ટ્રસ્ટ, બીલીમોરા અને આદિવાસી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

આદિવાસી સમાજ ટ્રસ્ટ, બીલીમોરાના હોદ્દેદારશ્રીઓ ચીંતુબા છાંયડો હોસ્પિટલમાંના સંચાલક ડૉ.નીરવ પટેલ, ડો. દિવ્યાંગી પટેલ, હીમાંશુ પટેલ, અરુણ પટેલ, કીર્તિભાઈ, અને આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા અને આવનાર સમયમાં આદિવાસી સમાજની દીકરીઓએ અન્યાય સામે એક આદિવાસી સમાજની સિંહણ બનીને જાતે અવાજ ઉઠાવવો પડ છે ની વાત કરવામાં આવી હતી.