ખેરગામ: નવસારીના ખેરગામના ખાખરી ફળીયા ખાતે હોળીના તહેવાર પર છેલ્લા 4 વર્ષથી ફળીયાના યુવાનોમાં એકતા આવે અને ભેગા મળીને ઉત્સવ મનાવી શકે એ હેતુથી પ્લાસ્ટિક બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે.

જુઓ વિડીયો..

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ, કાર્તિક, ભાવેશ, ડો.દિવ્યેશ, મધુબન ડેમ ઈજનેર શૈલેષભાઇ સહિત અનેક આગેવાનો અને સામાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતાં. દરેક ટીમોના સ્ટાર બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દર્શકોને જોરદાર મનોરંજન પૂરું પાડ્યું હતું. ફાયનલ હિરલ 333 DJ અને રણજિત ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં હિરલ 333 DJ ઇલેવન વિજેતા બની હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે વિમલ પટેલ, રણજિત પટેલ, યોગેશ, પ્રતિક, રાજેશ, દેવાંગ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.