ખેરગામ: વાડ રૂઢિ ગ્રામસભા તરફથી આદિવાસી પ્રીમિયમ લીગ મેચ હોળીના પાવન તહેવારમાં રમાડવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી આ ટુર્નામેન્ટનું સર્જન વાડ રૂઢિ ગ્રામ સભાના તરફથી અઘ્યક્ષ ઉમેશભાઈ, ઉપાઘ્યક્ષ મિંટેશભાઈ, કે. બી.પટેલ, અને વાડ ગામના આદિવાસી આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ પ્રીમિયમ લીગ તારીખ 5,6,7,8-03_2023ના રોજ APL સીઝન 3 રમાડવામાં આવ્યું હતું એમાં 10 જેટલી ટીમ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં કીંગપેસર 11 અને બરમદેવ 11 ટીમ હતી બરમદેવ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને કિંગ પેસર ટાઈમ 8 ઓવરમાં 134/2 વિકેટ પર બનાવ્યા એમાં સાવન પટેલે 30 બોલમાં અણનમ 14 સિકસને 1 ફોર મારી 100 રન બનાવ્યા હતા જેના સામે બરમદેવ 11, 8 ઓવરમાં માત્ર 72/9 બનાવી જેમાં ફાઈનલ મેચ જીતનાર કિંગ પેસર 11 ને ટ્રોફી અને રોકડા 15000, સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો નીરવભાઈના હાથે આપવામાં આવી અને રનસર્પ ટીમને ટ્રોફી અને રોકડ 10000 BTTS, AAP ના નવસારી જિલ્લાના પ્રમુખ પંકજભાઈને હાથે આપવામાં આવ્યા હતા જેમાં સુપર સિકસની ટ્રોફી જીગ્નેશભાઈને આપવામાં આવી હતી
આ ટુર્નામેન્ટ રમાડવાનું કારણ આદિવાસી સમાજનું સંગઠન બને અને સમાજના યુવાનો વડીલો બાળકો આગળ આવે, રમતગમતમાં ક્રિકેટ જ નહિ પણ દરેક ક્ષેત્રમાં આગળ આવેએવો હતો.

