ચીખલી: આજરોજ ચીખલી ગ્રામ પંચાયતએ પોતાના બાકી વેરા અને બાકી નાણાને લઈને આકરા મિજાજમાં આવીને લેણદારો દ્વારા કોઈ પ્રતિભાવ ન આપતા ગ્રામ પંચાયતમાં 17 દુકાનોના બાકી નીકળતા નાણા મુદ્દે સીલ મારવાની કામગીરી હાથ ધર્યાની વાત સામે આવી કરી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ચાલુ વર્ષના અને પાછલા વર્ષના એમ 17 જેટલી દુકાનોના બાકી ભાડા માટે લેણદારો સાથે વાતચીત કરવામાં આવી હતી અને કોઈ પ્રતિભાવ ન મળતા જ 13 દુકાનોને સીલ મારી દેવામાં આવી છે.

ગ્રામ પંચાયત હેઠળ આવેલી કુલ ભાડા પટ્ટાની 17 દુકાનોના ગત વર્ષના 5,53,854 અને ચાલુ વર્ષના 11,962 મળીને કુલ 5,65,815 લાખ રૂપિયાના ભાડાં બાકી છે. જેને લઈને લેણદારોને 12/11/21ના રોજ નોટીશ પણ આપવામાં આવી હતી.