મહુવા: ધૂળેટીના તહેવારોમાં અકસ્માતોની ઘણી ઘટનાઓ બહાર આવી છે ત્યારે વધુ એક મહુવા કાંકરિયા થી વેલણપૂર જતા સીમ પર આવેલા મુખ્ય માર્ગ પર કાકરાપાર ડાબા કાંઠાની નહેર પર સર્જાયો અકસ્માત સર્જાયા હતો. જેમાં બાઈક પરથી પટકાતાં અને પાણીના પ્રવાહમાં પડી તણાય જતાં એકનું મોત નીપજયાની ઘટના સામે આવી છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ મહુવા તાલુકાના વેલણપુર ગામની સીમમાંથી પસાર થતાં માર્ગ પર પૂરપાટ ઝડપે આવતા GJ-21- DA- 3486 નંબરના બાઈક સવારે બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા એક જણ કાકરાપાર ડાબા કાંઠાની નહેરની બાજુમાં પટકાતા પાણીના પ્રવાહમાં પડી ગયો અને તણાઈ જતા મોત થયાનું જાણકારી મળી છે.
ચીખલી તાલુકાના ચાસા ગામના ના રહીશ નામ આકાશ ભાઈ રમેશ ભાઇ પટેલ 25 વર્ષ ના વ્યકિત ની ડેટ બોડી મળતાં ચકચાર જ્યારે ચીખલીના વાંઝણા ગામના વાંગરવાડી મોહલ્લાના અવિનાશ પટેલની શોધખોળ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર રાતે લગ્ન માં જવા માટે નીકળ્યા હતા ઘટનાની જાણ મહુવા પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી હતી.











