ચીખલી: આવતીકાલે બુધવારના રોજ સાંજે ૭.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજના ઉપક્રમે શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ, સમાજ ભવન, સુરખાઈ ખાતે એક મહિલા સંમેલન યોજવામાં આવનાર છે

સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ પ્રદીપ ગરાસીયા જણાવે છે કે આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા મેળવવામાં આવેલ અનોખી સિદ્ધિઓ બદલ તેમનું સન્માન કરવામાં આવશે, તો આ સંમેલનમાં આદિવાસી સમાજની વધુમાં વધુ મહિલાઓ ઉપસ્થિત રહે તે માટે લાગતા વળગતા ને જાણ કરવા તથા આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા મેળવેલ સિધ્ધિની વિગતો જણાવવા વિનંતી છે.

યાદ રહે આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ૨૦૨૩ના વર્ષના DIGITALL: Innovation and Technology for gender equality” સૂત્ર સાથેનો ટેકનોલોજી માં વ્યસ્ત આદિવાસી યુવતીઓનો ફોટોગ્રાફ છે જે મહિલાઓ પુરૂષ સમોવડી હોવાનો સંદેશ આપે છે.