ગુજરાત : કરાઈ પોલીસ એકેડેમીમાં ૪૦ લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પર આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. એવો આક્ષેપ થ જ સરકારે તપાસ હાથ ધરી હતી.
Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે જેમાં એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આ મુદ્દે કોંગ્રેસન ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. બીજી તર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોએ જૈ ભરતી કૌભાંડને લઈને ગૃહમાં ચર્ચાઓ કરવાની માંગ કરી હતી. ત્યારે ભાજપના ધારાસભ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી હતી. ત્યારે વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર D) વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર અને પોલીસ ભરતીની પ્રક્રિયા પર સણસણતો આક્ષેપ કર્યો હતો કે ૪૦ લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. આ અંગેના પુરાવા પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતાં સરકાર તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ગુપ્ત તપાસ હાથ ધરતાં વાસ્તવમાં ખોટા દસ્તાવેજાના આધારે એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

