વાંસદા : ગતરોજ વાંસદા તાલુકાના ગંગપુર ગામે ન્યુ બજરંગ ગણેશ યુવક મંડળ દ્વારા નાઈટ પ્લાસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
Decision News મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલના અધ્યક્ષ સ્થાને ગંગપુર ગામના ક્રિકેટ પ્રેમી યુવાનો દ્વારા ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકા પંચાયત ના શાસક પક્ષના નેતા બીપીન માહલા , માજી તાલુકા પંચાયત સભ્ય કિરણ પટેલ , તાલુકા પંચાયત સભ્ય વિનુભાઈ પટેલ, માધુભાઈ પટેલ , ગંગપુર ગામના સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ આર ભગરિયા તથા અન્ય આજુબાજુ ગામથી પધારેલ સરપંચશ્રીઓ અને ગામના અગ્રણીઓ હાજર રહી ક્રિકેટ પ્રેમી યુવાનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
વિશાલ પટેલ જણાવે છે આપણા આદિવાસી વિસ્તારના યુવાઓ ખુબ જ પ્રતિભાશાલીઓ છે અને ખાસ કરીને ક્રિકેટમાં.. હું આદિવાસી યુવાને એક પ્લેટફોર્મ આપવા માંગુ છે અને આ ઉદ્દેશ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

