વલસાડ : ભારતીય કિશાન સંઘ વલસાડ જિલ્લા એકમ દ્વારા પારડી તાલુકામાંથી પસાર થનાર નવસારી મગરવાડ મહારાષ્ટ્ર 400 કે.વી તથા 765 કેવી ડીસી હાઇ ટેન્શન લાઇન મા વળતર અને નોટિસ સહિતના મુદ્દે પ્રમુખ શશીકાંત પટેલની આગેવાનીમાં અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂતોની મુખ્યમા માગણીઓ

Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે સેટેલાઈટ રી સર્વે ને લઈ પ્રમોલગેશન બાદ વલસાડ જિલ્લાના દરેક ગામોના નકશાના સ્થળ ક્ષેત્ર ફળ ઉપરાત આકાર બદલાઈ ગયા છે.જેને લઈ પસાર થનારી લાઇન ની જમીનના મૂળ માલિક ના બદલે અન્ય ખેડૂતોના નામ નકશા મુજબ હોઈ વળતર અન્ય ખેડૂતને મલશેજેથી વિવાદ ઉભો થશે,જેથી જમીનનો ફરી રીસ રવે કરવો,પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પસાર થનારી લાઇન મુદ્દે વિશગત્તા,કોની જમીનમાંથી લાઇન.પસાર થનાર છે,તેનો ઉલ્લેખ નથી, જે જમીનમાંથી લાઇન.પસાર થનાર છે,તેવા અસરગ્રસ્ત તમામ ખેડૂતોને નોટિસ આપી નથી,કુંભારીયા,સુખેશ, સુખલાવ ખાતે ખેડૂતોની મંજુરી વિના કે નોટિસ આપ્યા વિના જમીનમાં ફાઉન્ડેશન ઉભુ કર્યું છે,ઈલેક્ટ્રીસીટી એક્ટ.2003ની કલમ.3 મુજબ વીજળીના ટાવર ઊભા કરવા, તારની લાઇન ખેચવા જમીન માલિકની મંજુરી લેવાની હોઈ છે,વળતરની રકમ અથવા વાર્ષિક ભાડું માલિક અથવા કબજેદરને આપવું જોઈએ, આમ વિવિધ મુદ્દાઓ ઉપસ્થિત થયા હોઈ હાઇ ટેન્શન લાઇન ને લઈ ઊભી થનારી પર્યાવરણીય અશરો ને ધ્યાનમાં લઈ કામગીરી બંધ કરવા રજૂઆત કરી હતી.