બનાસકાંઠા-ઉકાઈ : “વિસ્થાપિત વેદના મુલાકાત” ની બનાસકાંઠા જિલ્લાના આમીરગઢ અને દાંતા તાલુકામાં કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે.

Decision Newsna ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર જોઈએ તો મોટાભાગનાં ગ્રામજનોની પરિસ્થિતિ ભલે ખુબ જ સામાન્ય હતી પણ એમની લાગણી અને પ્રેમ અને સહકાર ખુબ જ ઉમદા હતો એના લીધે ખુબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જે અવિસ્મરણીય રહ્યું. વળતર વગર જ આખી  ને આખી જમીન જતી રહેવા સહિત ઘણા લોકોની વેદનાઓ જાણવા અને સાંભળવા મળી જેનાથી મન ઉદાસ પણ થયું.

મુલાકાતમાં જોડાયેલા સમસ્ત આદિવાસી સમાજના નવસારીના પ્રમુખ ડો. નિરવ જણાવે છે કે અશોકભાઈ ચૌધરીજી અને ડો.પ્રદીપભાઈ ગરાસિયાજી અને અન્ય મહાનુભાવોની વર્ષોની સમાજસેવા નામની તપસ્યાનાં ફળ સ્વરૂપે આજની અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ થયેલ મુલાકાતોમાં અમારી ટીમને મળેલ પ્રેમ,લાગણી અને સન્માન જોઈને મન ખરેખર વિચારશીલ બન્યું કે સમાજસેવકોની સમાજનાં લોકોના હૃદયમાં ખરેખર ખુબ જ વિશાળ સ્થાન ધરાવે છે.

છેલ્લા દિવસોમાં કાર્યક્રમનો પ્રથમ તબક્કો 7/3 ને બદલે 5/3 તારીખે ઉકાઈ ખાતે જ પૂરો થશે અને ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે અગામી આયોજન થનાર છે માટે જોડાનાર લોકોએ એ મુજબ સમયપત્રક સેટ કરવું એ ખાસ ધ્યાને લેવું.