આઝાદી પછી અનુસૂચિ ૫ વિસ્તારમાં માં અનેક વિકાસના કામો બંધો, રસ્તાઓ, કારખાનાઓ, સરકારી ભવનો, જીઆઈડીસી, અભ્યારણો, રાષ્ટ્રીય ઉદ્યાન, શહેરીકરણ, ટ્રેન વગેરેથી નિર્દોષ આદિવાસી સમુદાયોનું મોટા પાયે વિસ્થાપન થયું. આવા લાચાર વિસ્થાપિત પરિવારોની સામાજીક, શૈક્ષણિક, મનોશારીરિક, આર્થીક સ્થિતિ અંગે પ્રાથમિક માહિતી મેળવવા સમાજના પ્રબુધ્ધ કાર્યકરો તા. ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૩ થી “ વિસ્થાપન સંવેદના પરિભ્રમણ ” બનાસકાંઠાથી ડાંગ સુધી કરશે. જે નીચે મુજબ છે.

(૧) તા. ૨૭/૨/૨૩ (બનાસકાંઠા)
ઇકબાલગઢ સવારે ૯:૦૦ કલાકે ઇકબાલગઢ-વીરમપુર-અંબાજી-રાણપુર(બપોરનું ભોજન) હડાદ (બનાસકાંઠા જીલ્લાની બેઠક) ખેડબ્રહ્મા (રાત્રી રોકાણ)
(ખેડબ્રહ્મા રાત્રે સાબરકાંઠા જીલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક)
(૨) તા. ૨૮/૨/૨૩
ખેડબ્રહ્મા-ખડેવા-પોળો-વળજ-હાથમતિડેમ-ભિલોડા (રાત્રી રોકાણ)
(ભિલોડા ખાતે અરવલ્લી જીલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક)
(૩) તા. ૧/૩/૨૩
ભિલોડાથી-મેશ્વોડેમ-કડાણા-સંતરામપુર (મેધરજ ખાતે બપોરનું ભોજન) જસુણી રાત્રી રોકાણ
(સંતરામપુર રાત્રે મહિસાગર જીલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક)
(૪) તા. ૨/૩/૨૩
જસુણી-પાનમ-ચૂંદડી-હડફ(બપોરનું ભોજન) કબૂતરી-લીમખેડા તેજગઢ રાત્રી રોકાણ.
(દાહોદ જીલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક)
(૫) તા. ૩/૩/૨૩
તેજગઢથી સુખીડેમ-બોડેલી-ડભોઇ (બપોરનું ભોજન) મહેમદાવાદ (નર્મદા વસાહત) વડોદરા(રાત્રી ભોજન)
(સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તાઓ સાથે બેઠક)
વડોદરાથી રાજપીપળા (રાત્રી રોકાણ)
(૬) તા.૪/૩/૨૩
રાજપીપલાથી સીરા કેવડીયા (ચંદ્રકાંત તડવી, બપોરનું ભોજન) કરજણ રાત્રી રોકાણ.
(નર્મદા જીલ્લાની કાર્યકર્તાઓ સાથે બેઠક-રાજપીપળા)
(૭) તા. ૫/૩/૨૩
પાટ-કુકરમુંડા-વેલધાટાંકી-હાથનુર-ઉચ્છલ-સોનગઢ
(તાપી જીલ્લાની કાર્યકર્તાઓ સાથે બેઠક-સોનગઢ રાત્રી રોકાણ)
(૮) તા. ૬/૩/૨૩
સોનગઢ-કાલીબેલ (ડાંગ જીલ્લાની બેઠક, બપોરનું ભોજન), સાપુતારા-વાંસદા રાત્રી રોકાણ
(૯) તા. ૭/૩/૨૩
વાંસદા-જૂજ-કેલીયા-નવસારી બપોરનું ભોજન,બેઠક, દમણગંગા-કપરાડા (સમાપન)

આપના વિસ્તારના વિસ્થાપિતોની માહિતી એકત્ર કરી ઉપરોક્ત તારીખોએ જે તે સ્થળે વિસ્થાપિતો સાથે મુલાકાત કરાવશો એવી આશા છે. સમગ્ર મુલાકાત દરમ્યાન શ્રી અશોકભાઈ ચૌધરી (વેડછી) નો સાથ સહકાર રહેશે. નીચેના સામાજીક કાર્યકરો વિસ્થાપન સંવેદના પરિભ્રમણમાં ભાગ લેશે. (૧) ડૉ. પ્રદીપ જી. ગરાસિયા પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય. (૨) શ્રી પી.જે.અસારી મહામંત્રી, સમસ્ત આદિવાસી સમાજ.ગુજરાત રાજ્ય. (૩) ડૉ. નિરવ બી. પટેલ જનરલ સર્જન, ચિંતુબા હોસ્પીટલખેરગામ અને પ્રમુખ, નવસારી જિલ્લા (૪) ડૉ. નીતિન પટેલ ઓર્થોપેડીક સર્જન,કિયાના હોસ્પીટલ ધરમપુર અને પ્રમુખ જી. વલસાડ. (૫) ડૉ. નીતિન પટેલ સ્ત્રીરોગ નિષ્ણાત, મધરકેર હોસ્પીટલ, બારડોલી, જી. સુરત. (૬) ડૉ. સુરેશ ચૌધરી, પ્રમુખ ચૌધરી સમાજ અને જનરલ સર્જન,જીવનદીપ હોસ્પીટલ, વ્યારા, જી.તાપી. (૭) ડૉ. શાંતીરકર વસાવા,ઋતુ હોસ્પીટલ,રાજપીપળા, જી. નર્મદા. (૮) ડૉ. એસ. કે. પટેલ એનેસ્થેટીસ્ટ, સુરત. (૯) એડવોકેટ શ્રી મીતેષ પટેલ ભિલાડ, જી. વલસાડ. (૧૦) એડવોકેટ શ્રી દીપક કુરાડા સેલવાસ. (૧૧) એડવોકેટ શ્રી શૈલેષ દૂબળા ઉમરગામ, જી. વલસાડ. (૧૨) ડૉ. અવિનાશ પટેલ ડીસીઝન ન્યુઝ, વાંસદા. (૧૩) ડૉ. જીતેન્દ્ર વસાવા આદિવાસી સાહિત્ય એકેડમી, સાગબારા (૧૪) શ્રી ચંદુભાઈ ડી. સોલંકી પ્રમુખશ્રી,બનાસકાંઠા (૧૫) શ્રી દીપકભાઈ ડાભી, બનાસકાંઠા