વલસાડ : કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શાહ જી.એમ.ડી હાઇસ્કુલનું બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર 4 વર્ષ અગાઉ ગેરરીતિ મુદ્દે રદ કરી દેવાયા બાદ ફરી મંજૂરી ન આપતા હાઇસ્કુલ સહિત સહિત આજુબાજુના 1200 થી વધુ બોર્ડ પરીક્ષાર્થીઓ એ વાપી કે ડુંગરા પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવું પડે છે
Decision News ને મળેલી માહિતી મુજબ ચાલુ વર્ષે પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થશે. મોટાપોંઢા હાઈસ્કૂલમાં જ.એસ.એસ.સી. ના 78 અને એચ.એચ. સી ના 275 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. ઉપરાત ઓઝર કોપરલી અને અભેતિ ગામોની 2 હાઇસ્કુલ મલી 800થી વધુ વિદ્યાર્થી. ઓ મળી 1200 થી વધુ વિદ્યાર્થીઓએ વાપી ડુગરા કે અન્ય દૂરના કેન્દ્રમાં પરીક્ષા આપવા જવું પડશે જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી કરશે. જનતા કેળવણી મંડળ મોટાપોંઢા.પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે 4 વર્ષ અગાઉ રદ કરાયેલ પરીક્ષા કેન્દ્ર ફરી શરૂ કરાવવા સમયાંતરે રજૂઆત કરી છે.જોકે હજુ મંજૂરી મલી નથી.અમારી હાઇસ્કુલ ઉપરાત નજીકની ગામોની હાઇસ્કુલના વિદ્યાર્થીઓ મલી 1200 થી વધુ વિદ્યાર્થીઓ ને વાપી કે અન્ય.પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવું પડે છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની મુશ્કેલી નિવારવા સ્થાનિક રાજકીય પદાધિકારીઓ કે પોતાને આદિવાસીઓના મસીહા ગણાવતા આદિવાસી આગેવાનો પણ સદંતર નિષ્ક્રિય રહ્યા છે. ત્યારે મોડે મોડે સરકારે મોટાપોંઢા કેન્દ્રને તાત્કાલિક ફરી મંજૂરી આપવા કાર્યવાહી કરે તે વી માગ વાલીઓમાં ઉઠી છે.

