વલસાડ: ભારતીય ભૂમિદળ (ઈન્ડિયન આર્મી)માં અગ્નીવીર તરીકે જોડાઈને ઉજ્જવળ કારકીર્દી ઘડવા ઈચ્છતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરૂષ/મહિલા ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે તા.16-02-2023 થી તા.15-03-2023 સુધી www.joinindianarmy.nic.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.
આ ભરતી માટે ઓછામાં ઓછુ ધો.8 પાસ લાયકાત તેમજ તા.01-10 2002થી તા. 01-04-2006ની વચ્ચે જન્મેલા પુરૂષ/મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં અંગત વિગતો, પત્રવ્યવહારની વિગતો, રહેઠાણનું સરનામું, ઇમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, જાતિનો દાખલો, ડોમીસાઈલ સર્ટિફિકેટ અને એન.સી.સી. સર્ટિફિકેટ ધરાવતા હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે, તેમજ રૂ.250/- પરીક્ષા ફી ભરવાની રહેશે.
વધુ વિગતો માટે વલસાડ જિલ્લા રોજગાર કચેરી, સેવા સદન-૨, ચોથો માળ, વલસાડ, હેલ્પલાઈન નં-6357390390 ઉપર સંપર્ક કરવો. તેમજ રોજગાર અધિકારી દ્વારા જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનું ભવિષ્ય નિર્ધારિત કરે તે હેતુસર આ ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારો ઉમેદવારી નોંધાવે એવો આગ્રહ કર્યો છે.

