વાંસદા: લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે વાંસદા તાલુકાના ચારણવાડા, મોટી ભમતી, હનુમાનબારી, નાની ભમતી, રાણી ફળિયા ગામની આદિવાસી ગૃહિણીઓને નિર્ધુમ ચુલો આપી દેશી ઘરેલુ ચૂલાથી મુક્તિ આપી નવું જીવન તરફ દિશા ચીંધવાનો પ્રયાસ કર્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ અનંત પટેલે દેશી ઘરેલુ ચૂલાથી મુક્તિ આપવવા ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડા, ધુમાડા અને ઝડપથી સળગતા થર્મલ આધારિત ચૂલા વાંસદા તાલુકાના પાંચ ગામો ચારણવાડા, મોટી ભમતી, હનુમાનબારી, નાની ભમતી, રાણી ફળિયાની આદિવાસી મહિલાઓને આપ્યા છે. આ નિર્ધુમ ચુલો વિતરણ પ્રસંગે ધારાસભ્ય અનંતભાઈ, કુંજાલી ભહેન, કપરાડા વિરોધ પક્ષ નેતા યોગેશ,ભાઈ તાલુકા પંચાયત સદસ્ય ચારણવાડાના પરભુભાઈ, લલ્લુભાઇ, જમ્બૂભાઈ, મોટી ભમતીના મહેશભાઈ, નિલેશભાઈ, હનુમાનબારીના સરપંચ રાકેશભાઈ, નાની ભમતીના કલુભાઈ, ચંદુભાઈ, રાણી ફળિયાના, જીતેશભાઇ, જયેશભાઈ, નાનુભાઈ વગેરે આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

નિર્ધુમ ચુલો મેળવેલી રાણી ફળિયા ગામની એક આદિવાસી ગૃહિણીનું કહેવું હતું કે વર્ષોથી દેશી ચુલા પર રસોઈ કરતાં હતા ત્યારે આગ સળગાવવા મોટાભાગે અમને પ્લાસ્ટિકનો સહારો લેવો પડતો હતો અને પ્લાસ્ટિકથી સળગાવેલી આગના નીકળતા ધૂમાડાના લીધે લાંબા ગાળે અમારા આરોગ્યને લઈને અમને કાયમ બીક રહેતી હતી આજે અમારા લાડીલા ધારાસભ્ય દ્વારા અમને જે નિર્ધુમ ચુલો આપ્યો છે જેને લઈને અમે ખુબ જ ખુશ છીએ