ગરુડેશ્વર: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં જો કોઈ વધારે ઘટનાના ઘટિત થતી હોય તો તે આપઘાતની છે ત્યારે ગતરોજ નસવાડીના સાતબેડીયા ગામ નજીક પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે એકટીવા બાઈક અને વિદ્યાર્થીનું આઈકાર્ડ મળી આવતા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

જુઓ વિડીયો..

ગરુડેશ્વર તાલુકાના ધનિયારા ગામનો રોહિત દિવ્યાંગકુમાર પિતાંબરભાઈ જેઓ નસવાડી એસ.બી.સોલંકી વિદ્યામંદિરમાં ધો.11 માં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી પોતાની એકટીવા અને આઈકાર્ડ કેનાલ પાસે મળી આવ્યા છે. નસવાડી પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી વિદ્યાર્થીની શોધખોળ ની તપાસ હાથ ધરી