ગુજરાત: હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા બધા જ રાજ્યોને આદેશ આપ્યો છે કે હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટે કેન્દ્ર પર જઈ પરીક્ષાર્થીઓએ ધક્કા ખાવાની જરૂર નથી. લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા મોબાઈલથી જ આપી શકાશે.
કેન્દ્ર સરકારે લાયસન્સની પરીક્ષા આપનારાઓ માટે નવી પદ્ધતિમાં નક્કી કરાયેલો અભ્યાસક્રમ રાખવામાં આવશે અને અભ્યાસક્રમ શીખ્યા બાદ 7 દિવસમાં સરકારના પોર્ટલ અથવા મોબાઈલમાં પરીક્ષા આપી શકાશે. આ પરીક્ષા માટે સ્પેશિયલ ફેસ રીકેગનાઇઝ અને આધારકાર્ડ બેઝ સિસ્ટમ ગોઠવવામાં આવશે. એટલું જ નહીં સંપૂર્ણ સિસ્ટમ હાઇ સ્પિડથી અને સંપૂર્ણ ટેક્નોલોજીથી થશે.
જો તમને 18 વર્ષ પૂરાં થઈ ગયાં છે તો તમે ડ્રાઈવિંગ લાયસન્સ માટે અપ્લાય કરી શકો છો પરંતુ સૌથી પહેલા તમને તેના માટે પરીક્ષા આપવી પડશે જેના બાદ તમને માત્ર લર્નિંગ લાયસેન્સ મળી શકશે. આ લર્નિંગ લાયસેન્સ મેળવવા માટે તમારે RTOની ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in પર ઓનલાઈન અરજી ભરવી પડે છે. જરૂરી દસ્તાવેજો અને ચોક્કસ ફીઝ ભર્યા બાદ તમારું એપ્લિકેશન થઈ જાય છે.

