ગણદેવી: ગરમીની સીઝન શરુ થતાં ગાડીઓ સળગવાની ઘટનાઓ સામે આવી રહીં છે ત્યારે બીલીમોરાના નાંદરખા ગામમાં આઈ-10 કાર અચાનક ડિવાઈડર સાથે ભટકાતા સળગી ઉઠાવાની ઘટના બનવા પામી હતી જેમાં ચાલકની સમય સુચકતાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલીથી બીલીમોરા જઈ રહેલી કાર બીલીમોરાના નાંદરખા ગામમાં આવેલા ઘાંચીવાડ ફાટા પાસે અચાનક ડિવાઇડર સાથે અથડાતા ભડ ભડ સળગવા લાગી હતી. ચાલક તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના ઘટતા થોડી વાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો
આગની ઘટનાની જાણ બીલીમોરા ફાયરને કરવામાં આવતાં ફાઈટર ગણતરીના સમયમાં પોહચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. કાર ચાલકને સામાન્ય ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો એવી જાણકારી છે.

