ચીખલી: સરાહનીય કાર્ય તરફ.. ચીખલી તાલુકાના રૂમલા ગામમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે અને સરકાર દ્વારા લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી સરકારી નોકરી મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે એવા ઉદ્દેશ સાથે લાઈબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણાં ગામડાના યુવાનો આધુનિકતાની સાથે શિક્ષણ જગતની બુલંદીઓને સર કરી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાનું રૂમલા ગામ કેમ પાછળ રહે. શિક્ષણમાં રૂમલા ગામ પર નામના મેળવે એવા આશય સાથે રૂમલા ગામના સરપંચશ્રી અને ગ્રામજનોના સહયોગથી એક પંચાયતના સંકુલમાં જ લાઈબ્રેરી ખોલવામાં આવી છે જેમાં યુવાનો પોતાની કારકિર્દીના ભવિષ્યનું ઘડતર કરશે.
આ લાઈબ્રેરીમાં હવે રૂમલા તથા તેની આસપાસના ગામડાઓના યુવાનો કે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ GPSC અને UPSC ની તૈયારી કરવા શાંત વાતાવરણનો લાભ લેશે. અને પોતાનું, પરિવારનું અને ગામનું નામ રોશન કરશે એમાં બે મત નથી.

