સાપુતારા: એક ચોંકાવનારી ઘટના સાપુતારામાંથી સામે આવી છે. હાલમાં જ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક કપલ લગ્ન બાદના નાના-મોટા ઝધડાઓ થી કંટાળીને પતિએ પત્નીને બર્થ ડે સેલિબ્રેશનના બહાને ફરવા સાપુતારા લાવ્યો અને ત્યાંથી પત્નીને હોટલમાં એકલી મૂકીને ફૂર..ર થઇ ગયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ પત્નીને હોટલમાં જ મૂકી ગયો એમ નહિ પણ પતિએ પત્ની પાસે મદદ રહે તેવો એક પણ વિકલ્પ મુક્યો ન હતો. તેણે પત્નીનો મોબાઈલ અને બીજા જરુરી કાગળિયા પણ સાથે લઇ ગયો છે. જ્યારે આ વાત પત્નીને ખબર પડી ત્યારે તેણે ચીસાચીસ કરી મૂકી હતી અને આઆ વાત હોટલના રિસેપ્શન કાઉન્ટર કહી હતી.

હોટલ સ્ટાફે રૂમનો દરવાજો ખોલ્યો હતો. પત્ની પાસે મોબાઈલ કે પર્સ ન હતા જેથી પેમેંટ કઈ રીતે કરવુ તે સૌથી મોટી મુશ્કેલી સર્જાય હતી. જો કે  પત્નીએ સંબંધીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરાવીને સુરત જવા રવાના થઈ હતી અને સુરત પોહચી રાંદેર પોલીસ સ્ટેશનમાં પતિ અને સસરાં વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે બંનેની ધરપકડ કરી હતી.